પ્રિટોરિયાઃ કેન્યા તેના રેલરોડ નેટવર્કને ફરીથી કાર્યાન્વિત કરવા માંગતું હોવાથી તેણે તેના જૂના રેલ્વે નેટવર્કના પુનઃનિર્માણ માટે દક્ષિણ આફ્રિકાનો સહકાર માગ્યો છે. ત્રણ દિવસની મુલાકાત દરમિયાન કેન્યાના પ્રમુખ ઉહુરુ કેન્યાટાએ દક્ષિણ આફ્રિકા સરકારની માલિકીની એન્જિનિયરિંગ કંપનીને તેની રેલ્વે સિસ્ટમને ફરીથી નાખવા અને અપગ્રેડ કરવા આમંત્રણ આપ્યું હતું.
જોમો કેન્યાટા ઈન્ટરનેશનલ એરપોર્ટથી નાઈરોબીના સિટી સેન્ટર સુધીની લાઈટ રેલના પ્રોજેક્ટમાં નાણાંની બાબતે ફ્રેંચ કંપની સાથે કરાર કરવામાં નિષ્ફળ જતાં પ્રમુખ કેન્યાટા સમગ્ર દેશની રેલ્વે સિસ્ટમમાં સુધારા કરવા માગે છે.
જુલાઈમાં પેરિસની મુલાકાત દરમિયાન પ્રમુખ કેન્યાટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાનના ફંડિંગ માટે ૧૪૪ મિલિયનની નાણાંકીય સમજૂતી કરવામાં નિષ્ફળ રહ્યા હતા.