નાઈરોબીઃ કેન્યામાં 9 ઓગસ્ટે યોજાનારી સામાન્ય ચૂંટણીમાં મતદારયાદીઓનું ઓડિટ કરવામાં આવતા ઈન્ડિપેન્ડન્ટ ઈલેક્ટોરલ એન્ડ બાઉન્ડરીઝ કમિશન (IEBC)ને 250,000 ભૂતિયા મતદારો હોવાનું જણાયું છે જેઓ મૃત હોવાં છતાં રજિસ્ટરમાં નામ ધરાવે છે.
આ ઉપરાંત, આશરે 500,000થી વધુ મતદારોના ડુપ્લિકેટ રેકોર્ડ્સ અને 226,000 થી વધુ લોકોએ અન્યોના ડોક્યુમેન્ટ્સથી પોતાનું રજિસ્ટ્રેશન કરાવ્યું હોવાનું બહાર આવ્યું છે. IEBCએ જણાવ્યું છે કે ઓડિટના પ્રાથમિક તારણોના અમલથી રજિસ્ટરની આખરી પ્રસિદ્ધિમાં વિલંબ થશે. અગાઉ, 9 જૂન અથવા તે પહેલા મતદાર રજિસ્ટર પ્રસિદ્ધ કરાવાનું હતું પરંતુ, હવે 20 જૂનની આસપાસ તેની પ્રસિદ્ધિ થવાની શક્યતા છે.