નાઈરોબીઃ કેન્યાના કાકુઝી ફાર્મમાં સિક્યુરિટી ગાર્ડ્સે પોતાના પર દુષ્કર્મ આચર્યો હોવાનું જણાવનારી બે મહિલાઓએ તેમના પર થયેલા અત્યાચાર વિશે વાત કરી હતી.આ ફાર્મ જાતીય અત્યાચારના દાવા ખોટા હોવાનું જણાવીને કેન્યાના માનવ અધિકાર સંઘો વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરશે તેવી વાતો વચ્ચે આ બે મહિલાઓના દાવા આવ્યા છે.
૮૮ વર્ષીય મુધિક્વા મુસાઉ કાકુઝીના વિશાળ ફાર્મથી થોડા અંતરે આવેલા ગામમાં રહે છે. તેમણે જણાવ્યું કે ૨૦૦૯ માં ફાર્મના એક સિક્યુરિટી ગાર્ડે તેમના પર હિંસક રીતે દુષ્કર્મ આચર્યું હતું. ૬૫ વર્ષીય મરિયમ વાંજાએ જણાવ્યું કે ૧૯૯૦ના દાયકામાં સિક્યુરિટી ગાર્ડ્સને લીધે તેને બે બાળકો થયા હતા.
યુકે સુપરમાર્કેટ દ્વારા કરાયેલા બહિષ્કારને લીધે કંપનીએ જે કોન્ટ્રાક્ટ ગુમાવ્યા છે તે પાછા મેળવવાના હેતુસર કંપની આ દાવા કરશે તેમ વિવેચકોનું કહેવું છે.