નાઈરોબીઃ કેન્યા રેલવેઝ દ્વારા મડારાકા એક્સપ્રેસ પેસેન્જર સર્વિસ સ્ટેશનો પર ટિકિટો માટે રોકડા નાણા ચૂકવવાની પદ્ધતિનો 1 ફેબ્રુઆરી 2023થી અંત લવાયો છે. કેન્યા રેલવેઝ મેનેજમેન્ટ દ્વારા મૂકાયેલી નોટિસ મુજબ મોબાઈલ વોલેટ્સ અથવા ક્રેડિટ કાર્ડ્સ મારફત જ ટિકિટના નાણા ચૂકવી શકાશે. કેન્યા ક્વાન્ઝા વહીવટીતંત્ર ઝડપી સેવા આપવા માટે તમામ સરકારી સેવાઓને ડિજિટલ બનાવવાની યોજના ધરાવે છે. આ પગલાથી રોકડ નાણાકીય વ્યવહાર ઘટી જવાના પરિણામે જાહેર નાણાની ચોરી પર અંકુશ આવશે તેવા આ પગલાંને આવકાર અપાયો છે.