નાઈરોબીઃ કેન્યાની 2023ની KCSE પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓની સામૂહિક નિષ્ફળતાના પગલે એજ્યુકેશન મિનિસ્ટ્રી દ્વારા તપાસના આદેશો અપાયા છે. કેન્યામાં અભ્યાસક્રમોમાં ફેરબદલની તૈયારી ચાલી રહી છે ત્યારે આખરી પરિણામોમાં ગણતરીની ફ્લેક્સિબલ સિસ્ટમ લાગુ કરાવાં છતાં, 48,174 અથવા 5.33 ટકા વિદ્યાર્થીઓ સૌથી નીચાં E ગ્રેડમાં માંડ પહોંચી શક્યા હતા.
આ પરીક્ષાઓમાં માત્ર 1,216 ( 825 પુરૂષ અને 391 સ્ત્રી) એટલે કે 0.14 ટકા ઉમેદવાર ‘એ’ ગ્રેડ મેળવી શક્યા હતા જ્યારે 201,133 વિદ્યાર્થીને યુનિવર્સિટીમાં પ્રવેશ માટે આવશ્યક લઘુતમ સી પ્લસ ગ્રેડ મળ્યો હતો.