નાઈરોબીઃ અમેરિકાની ન્યૂઝ ચેનલ ફોક્સ ન્યૂઝ પર પ્રસારિત ગટફેલ્ડ કાર્યક્રમમાં એન્કર એમિલી કમ્પાગ્નોએ કેન્યાની ગર્ભવતી મહિલાઓ અંગે કરેલી ટિપ્પણીથી આફ્રિકન દેશમાં આક્રોશ વ્યાપી ગયો હતો. એમિલીએ અમેરિકન સિંગર કેટી પેરીના એક ટ્વીટની ટીકા કરતા જણાવ્યુ હતું કે, કેન્યામાં ગર્ભવતી મહિલાઓ તેમના ઘરમાંથી બહાર જઇ શક્તી નથી તેથી તેમને મત આપવાનો અધિકાર નથી.
કેટી પેરીએ તેના ટ્વીટમાં જણાવ્યું હતું કે, અમેરિકામાં મહિલાઓને એક સ્પાર્કલર કરતાં પણ ઓછા અધિકાર હોય છે. કાર્યક્રમનો 29 સેકન્ડનો વીડિયો સમગ્ર કેન્યામાં વાઇરલ થયો હતો અને ટ્વિટર પર તેના પર વ્યાપક ચર્ચા જોવા મળી હતી. ઘણા સેલિબ્રિટીએ એમિલી દ્વારા કરાયેલી ટિપ્પણીને વખોડી કાઢી હતી. રાજકીય સમીક્ષક પૌલિન જોરોગેએ જણાવ્યું હતું કે, આ નિવેદન ખોટું અને ગેરમાર્ગે દોરનારું છે તેથી તેને ટ્વિટર પરથી હટાવી દેવું જોઉએ. મહિલા અધિકાર માટેના વલણ માટે જાણીતા સાંસદ એસ્તર પસ્સારિસે જણાવ્યં હતું કે, કેન્યામાં ગર્ભવતી મહિલા ઘરની બહાર જઇ શકે છે અને મતદાન પણ કરી શકે છે. મતદાન મથકો પર ગર્ભવતી મહિલાઓને પ્રાથમિકતા અપાય છે.