નાઈરોબીઃ કેન્યાના દરિયાકાંઠાની લામુ કાઉન્ટીમાં ગયા સોમવારે થયેલા હુમલા અંગે કેન્યા પોલીસે આઠ લોકોની ધરપકડ કરી હતી. આ હુમલામાં છ લોકો માર્યા ગયા હતા અને ઘરો સળગી ગયા હતા. પોલીસે હત્યાની તપાસના સંબંધમાં ધરપકડ કરાયેલા આઠ લોકોના નામની યાદી બહાર પાડી હતી. રવિવારની રાત અને સોમવારની સવાર વચ્ચે થયેલા આ હુમલામાં એક વ્યક્તિનું માથું ધડથી અલગ કરી દેવાયું હતું. હુમલાખોરોએ તેનું ઘર લૂંટી લીધું હતું અને અન્ય એક વ્યક્તિ પર ગોળીબાર કર્યો હતો. તેનો મૃતદેહ લાશ રસ્તાની બાજુમાંથી મળી આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું. પોલીસ અહેવાલ મુજબ ત્યારપછી અન્ય ચાર પુરુષોના મૃતદેહ બળેલી હાલતમાં મળી આવ્યા હતા. તેમના હાથ બાંધેલા હતા અને તેમની ઓળખ થઈ શકી ન હતી, ઘટનાસ્થળે મકાનો સળગાવી દેવામાં આવ્યા હતા અને શેલ કેસીંગ મળી આવ્યા હતા,
અહેવાલમાં જણાવાયું હતું કે લામુ કાઉન્ટીમાં ભૂતકાળમાં કેટલાક હુમલા થયા છે જેમાં રહીશો અને સ્થાનિક સત્તાવાળાઓએ શરૂઆતમાં સોમવારે ઇસ્લામિક શેબાબ બળવાખોરો સામેલ હોવાની શંકા વ્યક્ત કરી હતી.
રાષ્ટ્રીય પોલીસ પ્રવક્તા બ્રુનો શિઓસોએ એએફપીને જણાવ્યું હતું કે તપાસ સારી રીતે આગળ વધી રહી છે અને અત્યાર સુધી ચાર લોકો કસ્ટડીમાં છે. વધુ લોકોની ધરપકડ કરવામાં આવશે.
આ હુમલો કાઉન્ટીના મુખ્ય વિસ્તારના એક શહેર મ્પેકેટોનીની નજીકમાં થયો હતો. ૨૦૧૪માં શ્રેણીબદ્ધ દરોડામાં લગભગ ૧૦૦ લોકો માર્યા ગયા હતા તેનો દાવો શેબાબે કર્યો હતો.