કેન્યાનું ૨૦૨૨નું રાજકીય દ્રશ્ય ધૂંધળું

Tuesday 31st August 2021 05:59 EDT
 
 

નાઈરોબીઃ દેશમાં મહત્ત્વની ચૂંટણી આડે એક વર્ષ રહ્યું છે અને મોટા  બંધારણીય સુધારા હાલ પૂરતા મોકુફ રખાયા છે તથા નવા ગઠબંધનો આકાર લઈ રહ્યા છે ત્યારે કેન્યાનું રાજકીય પરિપ્રેક્ષ્ય અનિશ્ચિતતાથી ઘેરાયેલું છે. તાજેતરમાં કોર્ટ ઓફ અપીલ દ્વારા બંધારણમાં સુધારા કરવાના પ્રેસિડેન્ટ ઉહુરુ કેન્યાટાના પ્રયાસને એવી દલીલ સાથે ફગાવી દેવાયો હતો કે તેમને સુધારા કરવાનો કોઈ અધિકાર નથી. તેને લીધે દેશમાં ૨૦૧૮થી ચાલી રહેલી ચર્ચામાં નવો વળાંક આવ્યો છે.
કેન્યાટાના કહેવા મુજબ કથિત બિલ્ડી્ંગ બ્રીજીસ ઈનિશિએટિવ (BBI)થી અમલદારશાહીનું વિસ્તરણ થયું હોત અને દેશમાં અવારનવાર થતી ચૂંટણી સંબંધિત હિંસા માટે જવાબદાર મનાતી વિનર – ટેક્સ – ઓલ ઈલેક્ટોરલ સિસ્ટમ બંધ થઈ હોત. બીબીઆઈને લીધે બે ટર્મ સુધી પ્રેસિડેન્ટ રહેલા કેન્યાટાને વડા પ્રધાનનો નવો હોદ્દો ધારણ કરવાની મંજૂરી મળી જાત.
નવા હોદ્દાની રચના ઉપરાંત સાંસદોની સંખ્યા ૨૯૦થી વધીને ૩૬૦ થઈ હોત. તેને લીધે નવા ગઠબંધનો થયાં હોત. ચુકાદાને લીધે આ તમામ આશાનો અંત આવ્યો છે.
કેન્યાટા સુપ્રીમ કોર્ટમાં જાય તો પણ તેનો ચુકાદો ખૂબ મોડો આવશે અને ૯ ઓગસ્ટે ચૂંટણી યોજાઈ ગયા પછી તેમના આ ફેરફાર થઈ શકશે નહીં.
BBIએક સુખદ આંચકા સમાન હતું. તેને લીધે કેન્યાટા અને તેમના લાંબા સમયના હરિફ રાઈલા ઓડિંગા વચ્ચે ને પગલે મિત્રતા થઈ હતી. ૨૦૧૭માં ચૂંટણી પછીની અથડામણોને પગલે માર્ચ ૨૦૧૮માં બન્નેએ હાથ મિલાવ્યા હતા.
સમજૂતીમાં ધરાણા હતી કે કેન્યાટા વડા પ્રધાન બનશે તો ઓડિંગા તેમના અનુગામી બનશે. તેના બદલામાં અન્ય રાજકારણીઓને નવા હોદ્દા અપાશે. તેને લીધે કેન્યાટાએ અગાઉ જેમને ૨૦૨૨ના તેમના અનુગામી તરીકે નીમ્યા હતા તે ડેપ્યુટી પ્રેસિડેન્ટ વિલિયમ રુટો એકબાજુએ મૂકાઈ ગયા હતા.  જોકે, કેન્યાટા અને ઓડિંગા વચ્ચેનું ગઠબંધન ક્યાં સુધી ચાલશે તેના વિશે શંકા છે.  
કેન્યાના રાજકીય વિશ્લેષક નેરીમા વાકો - ઓજ્વાએ જણાવ્યું હતું કે અગાઉની ચૂંટણીઓ માફક વંશીય સમસ્યાઓ આ વખતે ચર્ચાનો મુખ્ય વિષય રહેશે નહીં.
કેન્યામાં ૨૦૧૭ની સરખામણીમાં ૨૦૨૨ની ચૂંટણીમાં નવા છ મિલિયન મતદારો ઉમેરાશે. આગામી વર્ષની સ્પર્ધામાં કોવિડથી મંદ પડેલું અર્થતંત્ર અને હેલ્થકેરમાં સુધારા વિશેની ચિંતા ઉપરાંત યુવા મતદારોના મત મેળવવા માટેની લડાઈ વિજેતા નક્કી કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે.  
ચીઝમેને જણાવ્યું કે આ વખતે ત્રણ અથવા ચાર ઉમેદવારો હશે. તેથી સંભવિત હરિફો વિશે ચર્ચા વધુ થશે. તેને લીધે જીતવા માટે ૫૦ ટકા કરતાં વધુ મત મેળવવાનું કોઈપણ ઉમેદવાર માટે મુશ્કેલ બનશે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter