નાઈરોબીઃ પ્રથમ યુરોપિયન યુનિયન અને કેન્યા બિઝનેસ ફોરમનું રાજધાની નાઈરોબીમાં 22 ફેબ્રુઆરીએ સમાપન થયું હતું. બે દિવસના આ ફોરમમાં રાજકારણીઓ, બિઝનેસ એક્ઝિક્યુટિવ્ઝ,નિષ્ણાતો અને રાજદ્વારીઓ સહિત 500થી વધુ લોકો હાજર રહ્યા હતા. કેન્યાના પ્રમુખ વિલિયમ રુટો ટ્રેડમાર્ક આફ્રિકા માટે 27 મિલિયન ડોલરના ફંડ પેકેજ પર હસ્તાક્ષર કરવા હાજર રહ્યા હતા.
પાંચ વર્ષના આ પ્રોગ્રામ થકી કેન્યાની નિકાસોને પ્રોત્સાહન મળશે અને સરકારને રચનાત્મક બિઝનેસ વાતાવરણ સર્જવામાં મદદ મળશે. આ ફંડિંગ પેકેજથી કેન્યાના ખાનગી અને જાહેર ક્ષેત્રો અને યુરોપીય ફાઈનાન્સિંગ સંસ્થાઓ નજીક આવશે. હાલ કેન્યાની નિકાસો માટે ઈયુ સૌથી મોટું બજાર છે. 2021માં કેન્યાએ યુરોપીય બજારોમાં 1.3 બિલિયન ડોલરના મૂલ્યની નિકાસો કરી હતી.