વોશિંગ્ટનઃ આંતર રાષ્ટ્રીય નાણાંભંડોળ (IMF)ના એક્ઝિક્યુટિવ બોર્ડે કેન્યાને તાત્કાલિક ૨૫૮.૧ મિલિયન ડોલરની રકમ ચૂકવવાની મંજૂરી આપી હતી. આ સાથે કેન્યાને બજેટ સપોર્ટ હેઠળ ચૂકવણીની કુલ રકમ ૯૭૨.૬ મિલિયન ડોલર થશે.
IMFના ડેપ્યૂટી મેનેજિંગ ડિરેક્ટર અને એક્ટિંગ ચેરપર્સન એન્ટોઈનેટ સાયેહે જણાવ્યું હતું કે કેન્યન ઓથોરિટીઝે પડકારજનક વાતાવરણમાં પણ તેમના સુધારાના એજન્ડા પ્રત્યે દ્રઢ પ્રતિબદ્ધતા દર્શાવીને આર્થિક રીકવરી માટે જરૂરી સમર્થન જાળવી રાખ્યું છે. કેન્યા ખાધને નિયંત્રણમાં રાખવા માટે સરકારી ખર્ચ પર કાળજીપૂર્વક નિયંત્રણ કરી રહ્યું છે અને સામાજિક યોજનાઓનું રક્ષણ કરવાની સાથે બજેટ પર મર્યાદિત દબાણ રહે તે માટે સરકારી માલિકીના સાહસોના સુધારા માટે જરૂરી પગલાં લઈ રહ્યું છે.