નાઈરોબીઃ નવા પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ મોડેલ હેઠળ રસ્તાઓ બનાવવા તેમજ સોલાર પાવર પ્લાન્ટ્સ ઉભા કરવા માટે ખાનગી કંપનીઓને અપાયેલા કોન્ટ્રાકટ્સ રદ કરશે તો કેન્યાએ ડેમેજીસ તરીકે Ksh ૧૫૮.૮ બિલિયન (૧.૪ બિલિયન ડોલર) ચૂકવવા પડશે. હાલ કાર્યરત થઈ ગયેલા અથવા કામ ચાલી રહ્યું હોય તેવા સાત પ્રોજેક્ટ વિશે નેશનલ ટ્રેઝરીની માહિતીમાં વધુમાં જણાવાયું કે આ પ્રોજેક્ટ્સમાં નાઈરોબી એક્સપ્રેસ વેનો પણ સમાવેશ થાય છે તેની માલિકી ચાઈના રોડ એન્ડ બ્રીજ કોર્પોરેશન (CRBC)ની છે.
ખાનગી રોકાણકારોને દસથી ત્રીસ વર્ષ સુધી ટોલ ચાર્જીસ જેવી યુઝર ફી વસૂલીને કમાણી થઈ શકશે. પરંતુ, વિશ્લેષકોનું કહેવું છે કે ગવર્નમેન્ટ ગેરન્ટી અને રેવન્યુ શેરિંગ એગ્રીમેન્ટ્સના મામલે ઘણી વખત આ પ્રકારનું ફાઈનાન્સીંગ અટકી જાય છે.