નાઈરોબીઃ કેન્યાનો ટીનેજર એમાન્યુએલ વાન્યોન્યી 15 જૂનની કેન્યન એથ્લેટિક્સ ઓલિમ્પિક ટ્રાયલમાં 2012 પછી 800 મીટરની દોડમાં સૌથી ઝડપી દોડવીર સ્થાપિત થયો હતો અને 1થી 11 ઓગસ્ટ દરમિયાન યોજાનારી પેરિસ ઓલિમ્પિક ગેમ્સ માટે ક્વોલિફાય થયો હતો. એમાન્યુએલ 14 જૂનની સેમિ ફાઈનલ્સમાં પડી જવા જતાં 15મીએ તેણે 800 મીટરની દોડ ઈવેન્ટ1:41.70 સમયમાં પૂર્ણ કરી હતી.
કેન્યાનો બે વખતનો ઓલિમ્પિક ચેમ્પિયન ડેવિડ રુડિશા અને ડેનમાર્કના વિલ્સન કિપ્કેટર 800 મીટરની દોડમાં એમાન્યુએલથી આગળ છે. રુડિશા 1:40.91 સમય સાથે વર્લ્ડ રેકોર્ડ ધરાવે છે, તેણે બીજા અને ત્રીજા ક્રમની સૌથી ઝડપી દોડ લગાવેલી છે જ્યારે વિલ્સન 1:41.11 સમય સાથે ચોથા ક્રમે છે. દરમિયાન, પુરુષોની 100 મીટર દોડમાં ફર્ડિનાન્ડ ઓમાનયાલા સેકન્ડ્સ સાથે ક્વોલિફાય થયો હતો. તેણે અગાઉ, 9.77 સેકન્ડ્સનો આફ્રિકન રેકોર્ડ 2021માં સ્થાપિત કરેલો છે.
બે વખતની ઓલિમ્પિક ચેમ્પિયન ફેઈથ કેપિગ્યોન 1500 અને 5000 મીટરની દોડ માટે ક્વોલિફાય થયેલ છે.કેપિગ્યોને 1500 મીટરની દોડ 3.53.99 ના સમય સાથે પૂર્ણ કરી હતી જ્યારે તેનો ખુદનો વર્લ્ડ રેકોર્ડ 3:49.11 નો છે. મહિલાઓની 800 મીટર દોડની વર્લ્ડ ચેમ્પિયન મેરી મોરા અને તેની બહેન સારાહ મોરા પણ બીજા અને ત્રીજા ક્રમ સાથે પેરિસ ઓલિમ્પિક્સ માટે ક્વોલિફાય થઈ હતી.