નાઈરોબીઃ કેન્યાના પ્રેસિડેન્ટ ઉહુરુ કેન્યાટાએ વધી રહેલા કોવિડ – ૧૯ના કેસોનો ઉલ્લેખ કરીને રાષ્ટ્રવ્યાપી કરફ્યુને વધુ ૬૦ દિવસ લંબાવ્યો હતો.
૧૮ ઓગસ્ટે એક નિવેદનમાં તેમણે કરફ્યુના અલગ સમય હતા તે હટાવી દીધા હતા અને અગાઉ કોવિડના હોટ સ્પોટ ઝોન તરીકે જણાયેલા કિસુમુ, સિઆયા, હોમા બે,મિગોરી, બુસિયા, કાકામેગા, વિહિગા, બુંગોમા, કિસી, ન્યામીરા, કેરીચો, બોમેટ અને ટ્રાન્સ ન્ઝોઈઆ કાઉન્ટીઓ પરના ચોક્કસ નિયંત્રણો હટાવી લીધા હતા. આ તમામ કાઉન્ટીઓમાં હવે રાત્રે ૧૦થી સવારના ૪ સુધી કરફ્યુ અમલી રહેશે.
પ્રેસિડેન્ટ કેન્યાટાએ આગામી પેટા ચૂંટણીઓ માટે રાજકીય રેલીઓ અને કેમ્પેઈન મિટીંગ સહિત જાહેરમાં લોકોના એકત્ર થવા પર અને મિટીંગ પર પ્રતિબંધ મૂક્યો હતો.
મોમ્બાસામાં સ્ટેટ હાઉસ ખાતે વિપક્ષી નેતા રાઈલા ઓડિંગાના નેતૃત્વ હેઠળ કાલોન્ઝો મુસિઓકા, મુસાલિયા મુદાવાદી. ગિડિઓન મોઈ અને મોસીસ વેટાંગુલા સાથેની બેઠકમાં તેમણે દેશમાં વધી ગયેલા સંક્રમણને ડામવાના પગલાં વિશે ચર્ચા કરી હતી.