નાઈરોબીઃ વિપક્ષી નેતા રાઈલા ઓડિન્ગાએ શુક્રવાર પાંચ મેએ નાઈરોબીની શેરીઓમાં મહારેલી કાઢી હતી જેનાથી વિપક્ષી દેખાવો ફરી શરૂ થવાના એંધાણ વર્તાયા છે. ઓડિન્ગા અને પ્રમુખ વિલિયમ રુટોએ તેમના મતભેદો ઉકેલવા મંત્રણાની સહમતિ દર્શાવ્યા પછી વિપક્ષી ગઠબંધન ઇઝિમીઓ લા ઉમોજા-વન કેન્યા પાર્ટી દ્વારા આ બીજી રેલી હતી. ઓડિન્ગા અને રુટો વચ્ચે મંત્રણાઓ યોજાઈ હતી અને તે પહેલા પાર્ટીએ સાપ્તાહિક દેખાવો મુલતવી રાખવાની જાહેરાત પણ કરી હતી. હવે વિપક્ષે કહ્યું છે કે મંત્રણાઓમાં પૂરતી પ્રગતિ થઈ નથી અને દેખાવો ફરી શરૂ થઈ શકે છે.