નાઈરોબીઃ દેશભરમાં મચ્છરોના ઉત્પત્તિસ્થાન શોધી કાઢવા માટે કેન્યાએ ડ્રોનનો ઉપયોગ શરૂ કર્યો છે અને મચ્છરો લાર્વાના તબક્કામાં હોય ત્યારે જ તેને મારી નંખાય છે. હેલ્થ મિનિસ્ટર મુતાહી કાગ્વેએ જણાવ્યું કે ખાસ કરીને દેશના જે વિસ્તારોમાં મેલેરિયા છે તેવા પહોંચી ન શકાય તેવા વિસ્તારો શોધવામાં ડ્રોન મદદરૂપ થશે.
આ ડ્રોન મચ્છરોના લાર્વાને મારી નાખવા માટે બિન ઝેરી, બાયો - ડિગ્રેડેબલ કન્ટ્રોલ પદાર્થનો છંટકાવ કરશે. મેલેરિયા સામેની લડાઈ ચાલી રહી છે ત્યારે મચ્છરો ન થાય તે આ કામગીરી સુનિશ્ચિત કરશે
કેન્યા સરકારને આ ટેક્નોલોજી કેન્યામાં મેલેરિયા સામે લડતી પબ્લિક – પ્રાઈવેટ – કોમ્યુનિટી પાર્ટનરશીપ 'મેલેરિયા કાઉન્સિલ' દ્વારા અમલી કરાઈ હોવાનું હેલ્થ મિનિસ્ટરે જણાવ્યું હતું.
કેન્યામાં પાંચ વર્ષથી નીચેના બાળકોના મૃત્યુ માટેના ત્રણ મુખ્ય કારણોમાં મેલેરિયા એક છે.