નાઈરોબીઃ આફ્રિકન ડાયસ્પોરામાં કેન્યામાં મૂળ ધરાવતા લોકોને ઝડપી પ્રોસેસ મારફત નાગરિકતા મળી શકે તેવા હેતુ સાથેનું ધ કેન્યા સિટીઝનશિપ એન્ડ ઈમિગ્રેશન (એમેન્ડમેન્ટ) બિલ 2024 નેશનલ એસેમ્બલી સમક્ષ મૂકાયું છે. સુબા સાઉથના સાંસદ કારોલી ઓમોન્ડીએ રજૂ કરેલું બિલ પસાર થશે તો વારસાગત કેન્યન મૂળ ધરાવતા આફ્રિકનોને કેન્યાની નાગરિકતા મળી શકશે.
અત્યારે કાયદા અનુસાર જન્મ, રજિસ્ટ્રેશન અને નેચરાલાઈઝેશનથી કેન્યાની નાગરિકતા મેળવી શકાય છે તેમાં આ બિલ મારફત વંશાનુગત નાગરિકતા મેળવવાની ચોથી કેટેગરી દાખલ કરવામનાં આવનાર છે. કેન્યામાં ઓછામાં ઓઔછાં સાત વર્ષનો સતત વસવાટ હોય તેવી વ્યક્તિ રજિસ્ટ્રેશન થકી નાગરિકતા મેળવી શકે છે. કેન્યાની બહાર જન્મેલી આફ્રિકન વ્યક્તિ ક્રિમિનલ ગુના માટે સજા થઈ નથી અને છ મહિનાથી ઓછી જેલની સજા થઈ હોવાના પુરાવા દર્શાવી વંશાનુગત નાગરિકતા મેળવવાની અરજી કરી શકશે.
સત્તાવાળાઓ દ્વારા વ્યક્તિની વંશાવલી, બાયોલોજિકલ સંબંધોનો નિર્ણય કરવા વંશાનુગત ડીએનએની સાથે દસ્તાવેજી પુરાવા, અને પારિવારિક ઈતિહાસના પ્રોફાઈલ્સ સહિત જિનેટિક જીનીઓલોજી પરીક્ષણ કરવામાં આવશે. આ ઉપરાંત, નાગરિકતા ઈચ્છતી વ્યક્તિએ કાયદામાં સ્થાપિત નાણાકીય સદ્ધરતા, દેશના વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપવાની જરૂરિયાત પૂર્ણ કરવાની રહેશે.