કેન્યામાં વધુ એક મહિલા દોડવીરની હત્યા

Wednesday 04th May 2022 07:38 EDT
 
 

નાઈરોબીઃ કેન્યાના જાણીતા શહેર ઈટેન ખાતે મહિલા રમતવીર દમારિસ મુથી મુટુઆનું મૃત્યુ નીપજ્યું છે. દમારિસે બેહરિન ખાતે સ્પર્ધામાં ભાગ લીધો હતો. હત્યાના આરોપી તરીકે મૃતકના બોયફ્રેન્ડની શોધખોળ ચાલી રહી છે.

કિયો કાઉન્ટીના પોલીસવડા ટોમ મારુકોએ જણાવ્યા મુજબ દમારિસ મુથી મુટુઆનો બોયફ્રેન્ડ થિયોપિયન રનર કોકી ફાઈ છે અને આ ઘટના બાદ તે દેશ છોડીને ભાગી ગયો હોવાની શક્યતા છે.

મુટુઆના મૃત્યુ પહેલાં આગ્નેસ તિરોપ નામની બે-બે વાર ઓલિમ્પિક રનર રહી ચૂકેલી રમતવીર મહિલાને ગત ઓક્ટોબરમાં ઈટેન ખાતે તેના ઘરમાં જ છરાના ઘા મારીને તેની હત્યા કરાઈ હતી. હત્યાના આરોપ હેઠળ તિરોપના પાર્ટનરની ધરપકડ કરી લેવાઈ હતી. તિરોપની હત્યા બાદ કેન્યાના લોકોમાં મહિલા રમતવીરો વિરુદ્ધની હિંસા અંગે ભારે રોષ અને વિરોધનું વાતાવરણ સર્જાયું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter