નાઈરોબીઃ કેન્યાનું મિલિટરી હેલિકોપ્ટર ગત ગુરુવાર ટેક-ઓફ કરવાની ગણતરીની મિનિટોમાં તૂટી પડ્યું હતું જેમાં દેશના લશ્કરી વડા જનરલ ફ્રાન્સિસ ઓગોલા સહિત 10 જવાનો માર્યા ગયા હતા. બે સૈનિકનો બચાવ થયો હતો. જનરલ ઓગોલા નોર્થવેસ્ટ કેન્યામાં અશાંતિનો સામનો કરવા ગોઠવાયેલા દળોની મુલાકાતે જઈ રહ્યા હતા.
ઓગોલા 1984માં કેન્યન ડિફેન્સ ફોર્સીસમાં જોડાયા હતા અને ફાઈટર પાઈલોટ તરીકે તાલીમ મેળવી હતા. તેઓ કેન્યન એર ફોર્સના વડા બન્યા હતા અને ડેપ્યુટી મિલિટરી ચીફનું પ્રમોશન મેળવ્યું હતું. પ્રેસિડેન્ટ રુટોએ ગત વર્ષે તેમને લશ્કરી વડા બનાવ્યા હતા. નોર્થવેસ્ટ કેન્યામાં અશાંતિના લીધે સંખ્યાબંધ નાગરિકો અને પોલીસ અધિકારીઓએ જાન ગુમાવ્યા છે.