યાઓન્ડેઃ કેમરૂનના પાટનગર યાઓન્ડેની જાણીતી નાઈટ ક્લબમાં ધડાકા સાથે ફાટી નીકળેલી આગમાં ૧૭ લોકોનું મૃત્યુ થયું હતું અને કેટલાંક લોકો દાઝી પણ ગયા હતા. સરકારી નિવેદન મુજબ બાસ્ટોસ નજીકની લીવ્સ નાઈટક્લબમાં આ આગ લાગી હતી.
વર્કરોના જણાવ્યા મુજબ શોર્ટ સર્કિટને લીધે આ આગ લાગી હતી. ત્યાં હાજર લોકોને પહેલા એવું લાગ્યું હતું કે આ ફાયરવર્ક્સ છે.