ગોમાઃ રવાન્ડા M23 બળવાખોરોને સમર્થન આપતું હોવાના વિરોધમાં હજારો કોંગોવાસીઓ નોર્થ કિવુ પ્રોવિન્સની રાજધાની ગોમા ખાતે શેરીઓમાં ઉતરી આવ્યા હતા. રવાન્ડા સરકારે M23 બળવાખોર જૂથને સમર્થનને પુનરુચ્ચાર કર્યા પછી ડેમોક્રેટિક રિપબ્લિક કોંગો (DRC)ના રહેવાસીઓમાં રોષ ફેલાયો હતો. જોકે, રવાન્ડા સરકારે પોતાની કોઈ સંડોવણી હોવાનું નકાર્યું છે.
દેખાવોમાં ભાગ લેનારાઓએ જણાવ્યું હતું કે રવાન્ડા 20 વર્ષથી આ વિસ્તાર પર હુમલા કરી રહ્યું છે. કોંગોલીઝ આર્મીમાં પણ બળવાખોરોનો પગપેસારો હોવાની ચેતવણી આપવા સાથે લોકોએ દેશના સૈન્યને ટેકો જાહેર કર્યો હતો. પ્રાંતીય રાજધાની ગોમામાં હિંસા અને લૂંટફાટનું વાતાવરણ પણ ફેલાયું હતું.
બળવાખોર જૂથોએ ગત નવેમ્બરથી ફરી લડાઈ અને અથડામણો શરૂ નકરી છે. તેમણે આક્ષેપ લગાવ્યો છે કે DRCની કિન્હાસા સરકાર M23 બળવાખોર જૂથના લડવૈયાઓને આર્મીમાં સમાવી લેવાના 2009ના એગ્રીમેન્ટને માન આપવામાં નિષ્ફળ રહી છે. બળવાખોરોએ બુનાગાના ટાઉનને પોતાના હસ્તક લઈ લીધું છે.