કિશાસાઃ આફ્રિકાના દેશ કોંગો રિપબ્લિકમાં આઠમી નવેમ્બરે વિસ્ફોટ થતાં ઘટનામાં એક બાળકીનું મોત નીપજ્યું છે જ્યારે ભારતના ૩૨ શાંતિસૈનિકો તેમાં ઇજાગ્રસ્ત થયા હતા. યુએન મિશનના અહેવાલ અનુસાર મંગળવારે સવારે થયેલા વિસ્ફોટમાં મૃત્યુ પામેલી બાળકીની વય અંદાજે ૮ વર્ષની હતી. ભારતીય જવાનો ફિઝિકલ ટ્રેનિંગ લઈ રહ્યા હતા ત્યારે આ વિસ્ફોટ થયો હતો.
નવી દિલ્હીમાં આર્મી અધિકારીએ જઠણાવ્યું હતું કે ઇજાગ્રસ્ત સૈનિક બટાલિયન એકના છે. તેમને સર્જરીની જરૂર છે પરંતુ ખાસ ચિંતાજનક સ્થિતિ નથી. કોંગોમાં ભારતીય સૈન્યના અંદાજે ૩૫૦ જવાનો યુએનની પિસકિપિંગ ડ્યુટી પર તૈનાત છે. કોંગોમાં શાંતિ સ્થાપવા માટે યુએન દ્વારા ૧૯૯૯માં અંદાજે ૫૦ દેશના સૈનિકો અને પોલીસ કર્મચારીઓને નિયુક્ત કરવામાં આવ્યા હતા.