બુજુમ્બુરાઃ ઈસ્ટ આફ્રિકન કોમ્યુનિટી (EAC)ના નેતાઓએ બુરુન્ડીની રાજધાની બુજુમ્બુરામાં શનિવાર 4 ફેબ્રુઆરીએ યોજેલી શિખર પરિષદમાં પૂર્વીય ડેમોક્રેટિક રિપબ્લિક કોંગો (DRC)ના સંઘર્ષમાં સંકળાયેલા તમામ પક્ષોને તત્કાળ યુદ્ધવિરામ કરવાની પુનઃ હાકલ કરી છે. આંતરયુદ્ધમાં ડીઆર કોંગોની મિલિટરી અને રવાન્ડાના કહેવાતા સમર્થન સાથેનું બળવાખોર જૂથ સંડોવાયા છે.
બળવાખોર M23 જૂથે 20 ઓક્ટોબરથી શરૂ કરાયેલા હુમલામાં પૂર્વીય DRCના નોર્થ કિવું પ્રોવિન્સના વિશાળ વિસ્તારો કબજે કરી લીધા છે જેનાથી પ્રાંતીય રાજધાની ગોમા પર ભય સર્જાયો છે. આ સંઘર્ષથી પ્રાદેશિક તણાવ વધ્યો છે જેમાં DRCએ તૂટ્સીના વડપણ હેઠળના બળવાને ટેકો અને સ્પોન્સર કરવાનો પડોશી દેશ રવાન્ડા સામે આક્ષેપ લગાવ્યો છે. યુનાઈટેડ નેશન્સના નિષ્ણાતો અને પશ્ચિમી દેશોએ પણ રવાન્ડા બળવાખોર M23 જૂથને સમર્થન કરતું હોવાનો આક્ષેપ
ક્યો છે પરંતુ, રવાન્ડાએ સંડોવણીના આક્ષેપને નકારી કાઢ્યો છે.
નોર્થ કિવુમાં માર્ચ 2022થી શરૂ થયેલા સંઘર્ષમાં ઓછામાં ઓછાં લોકો વિસ્થાપિત થયા છે.