બેનીઃ આફ્રિકન દેશ કોંગોમાં ઈબોલા રોગચાળો ફાટી નીકળ્યો છે. ઈબોલાને કારણે અત્યાર સુધી ૧૯૮ લોકોનાં મૃત્યુ થયાં છે. ઈબોલાએ બાળકોમાં પણ દેખા દીધી છે. સરકારે ૨૭,૦૦૦ લોકોને ઈબોલા વિરોધી રસી અપાવી છે. દેશમાં ઈબોલાને નાથવા માટે પાયે અભિયાન શરૂ કરાયું છે. ઈબોલાએ ૨૭ બાળકોનો પણ ભોગ લીધો છે. ઈબોલાને કારણે કોંગોનું બેની શહેર સૌથી વધારે ભોગ બન્યું છે. અહીં ઓછામાં ઓછાં ઈબોલાના ૧૨૦ કેસો બહાર આવ્યા છે. ૧૯૭૬માં ઈબોલાની શોધ બાદ તાજેતરના ઈબોલા સૌથી ઘાતક બન્યો છે.