કમ્પાલાઃ યુગાન્ડાની સુપ્રીમ કોર્ટે લશ્કરી કોર્ટોમાં નાગરિકો સામે કામ ચલાવવા પર પ્રતિબંધ લાદ્યો હોવા છતાં, પ્રેસિડેન્ટ યોવેરી મુસેવેનીએ સ્પષ્ટ કર્યું છે કે તેમની સરકાર મિલિટરી ટ્રિબ્યુનલ્સમાં નાગરિકો સામે કામ ચલાવવાનું યથાવત રાખશે. તેમણે સુપ્રીમ કોર્ટના ચુકાદાનો ખોટો ગણાવતા કહ્યું હતું કે આ દેશ જજીસથી ચલાવાતો નથી. સ્થિરતા અને શાંતિ જાળવવામાં મિલિટરી કોર્ટ્સ મદદ કરે છે.
માનવ અધિકાર કર્મશીલો અને વિપક્ષી રાજકારણીઓ લાંબા સમયથી આક્ષેપ લગાવી રહ્યા છે કે મુસેવેની સરકાર વિપક્ષી નેતાઓ અને તેમના સમર્થકો સામે રાજકીય હેતુસરના આરોપો લગાવી લશ્કરી કોર્ટોમાં ખટલા ચલાવે છે.
કેન્યાની સુપ્રીમ કોર્ટે 31 જાન્યુઆરીના મહત્ત્વપૂર્ણ ચુકાદામાં નાગરિકો સામે મિલિટરી કોર્ટ્સમાં પ્રોસિક્યુશનને ગેરબંધારણીય ઠરાવી તેના પર પ્રતિબંધ મૂકી દીધો હતો તેમ જ હાલ ચલાવાઈ રહેલા તમામ કેસ સિવિલ કોર્ટ્સમાં ટ્રાન્સફર કરવા આદેશ ફરમાવ્યો હતો.