હરારેઃ ભૂતપૂર્વ પ્રમુખ રોબર્ટ મુગાબેના દેહાવશેષોને બહાર કાઢીને તેને ફરીથી હરારેમાં નેશનલ હિરોઝ એકર ખાતે દફનાવવા જ જોઈએ તેવા અગાઉ ટ્રેડીશનલ કોર્ટે આપેલા ચુકાદાને તાજેતરમાં ઝિમ્બાબ્વેની કોર્ટે સમર્થન આપ્યું હતું.
અગાઉ મુગાબેના ત્રણ સંતાનો ટીનોટેન્ડા રોબર્ટ જુનિયર, બેલારમાઈન ચટુંગા અને બોનાએ ટ્રેડીશનલ કોર્ટના ચીફ ઝ્વીમ્બાના આદેશને એમ કહીને પડકાર્યો હતો કે આ મામલો તેમના જ્યુરિસ્ડિક્શનમાં આવતો ન હોવા છતાં તેમણે ચુકાદો આપ્યો હતો. રોબર્ટ મુગાબેના વિધવા ગ્રેસ મુગાબે તેમના પતિને પરંપરા પ્રમાણે નહીં પરંતુ, તેમના ગ્રામીણ ઘરે દફનાવવા બદલ દોષી હોવાનું ચીફ ઝ્વીમ્બાને જણાયું હતું.
૨૦૧૯માં ૯૫ વર્ષની વયે કેન્સરને લીધે ઝિમ્બાબ્વેના સ્થાપક પિતા રોબર્ટ મુગાબેનું મૃત્યુ થયું હતું. તેમના ફ્યુનરલનું અધ્યક્ષપદ પ્રમુખ એમરસન મ્નન્ગગ્વા ન સંભાળે તેવી સ્વ. મુગાબેની આખરી ઈચ્છા હોવાનો તેમના પરિવારે દાવો કર્યો હતો. ખૂબ લાંબા સમય સુધી દેશના શાસક રહેલા મુગાબેને નેશનલ હિરોઝ એકર ખાતે ફરીથી દફનાવવામાં મદદરૂપ થવા ગ્રેસ મુગાબેને આદે કરાયો હતો. આ સ્થળે ૧૯૭૦ના દેશના લીબરેશન વોરના અગ્રમીઓને દફનાવાયા છે. ટ્રેડીશનલ કોર્ટે પોતાના પતિને અયોગ્ય સ્થળે દફનાવવા બદલ પાંચ ગાય અને બે બકરી દંડ તરીકે આપવા માટે તેમને આદેશ કર્યો હતો.