કોવિડ ફંડની ઉચાપત બદલ કોંગોના પૂર્વ આરોગ્ય પ્રધાનની ધરપકડ

Wednesday 01st September 2021 06:10 EDT
 
 

બ્રાઝાવિલઃ કોરોના વાઈરસ મહામારી સામે લડવા માટે ફાળવવામાં આવેલા અંદાજે સાત મિલિયન ડોલરની કથિત ઉચાપત બદલ કોંગોના પૂર્વ આરોગ્ય પ્રધાન એટેની લોંગોન્ડોની ૨૭ ઓગસ્ટે ધરપકડ આવવી હોવાનું જેલ અને સરકારી સૂત્રોએ જણાવ્યું હતું.    
પોતાની ઓળખ ન આપવાની શરતે એક જેલ અધિકારીએ જણાવ્યું હતું કે પ્રોસિક્યુટરની ઓફિસ દ્વારા ઈસ્યૂ કરાયેલા પ્રોવિઝનલ એરેસ્ટ વોરન્ટના આધારે તેઓ  મકાલા સેન્ટ્રલ જેલમાં છે.    
ઓગસ્ટ ૨૦૨૦માં જનરલ ઈન્સ્પેક્ટરેટ ઓફ ફાઈનાન્સ (IGF) ને પૂર્વ પ્રધાન લોંગોન્ડોએ DRકોંગોમાં કોવિડ મહામારી સામે લડત માટે અપાયેલા નાણાંની ઉચાપત કરી હોવાની શંકા ગઈ હતી. તેમાં કરાયેલા ખર્ચના સંર્થનમાં કોઈ ડોક્યુમેન્ટ્સ રજૂ કરાયા ન હતા.
એસોસિએશન ફોર એક્સેસ ટુ જસ્ટિસ (ACAJ)એ ટ્વિટર પર લખ્યું કે  ૨૦૧૯થી ગયા એપ્રિલ સુધી આરોગ્ય પ્રધાનપદે રહેલા લોંગોન્ડો પર મહામારી સામે લડવા અપાયેલા નાણાંના દુરુપયોગનો આરોપ છે.  


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter