ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ IMFના એક્ઝિક્યુટિવ બોર્ડે કોવિડ – ૧૯ વેક્સિનેશન કેમ્પેઈનને આર્થિક મહામારી માટે આરોગ્ય તથા સામાજિક ખર્ચને પહોંચી વળવા માટે ટાન્ઝાનિયાને ૫૬૭ મિલિયન ડોલરની તાકીદની સહાય મંજૂર કરી હતી. બોર્ડે રેપીડ ક્રેડિટ ફેસિલીટી (RCF) હેઠળ ટાન્ઝાનિયાને ૧૮૯ મિલિયન ડોલર તેમજ રેપીડ ફાઈનાન્સિંગ ઈન્સ્ટ્રુમેન્ટ (RFI) હેઠળ ૩૭૮ મિલિયન ડોલર મંજૂર કર્યા હતા.
કોવિડ – ૧૯ મહામારી અને સંબંધિત પ્રવાસ નિયંત્રણોને લીધે ટાન્ઝાનિયાનું ટુરિઝમ સેક્ટર પડી ભાંગ્યુ છે. અગાઉ સ્વ.પ્રેસિડેન્ટ માગુફલીના શાસન દરમિયાન ટાન્ઝાનિયાએ દેશમાં કોવિડ મહામારીનો ઈન્કાર કર્યો હતો.
આ ફંડિંગથી ટાન્ઝાનિયાના અધિકારીઓ આરોગ્ય, માનવીય સહાય અને આર્થિક ખર્ચને પહોંચી વળવામાં મદદ થશે.
ટાન્ઝાનિયાનું આયોજન બાહ્ય સ્રોતો પાસેથી ૧૦.૮ ટ્રિલિયન ડોલર (૪.૭ બિલિયન ડોલર) ઉછીના લેવાનું છે.
IMFના ડેપ્યૂટી મેનેજિંગ ડિરેક્ટર બો લીએ જણાવ્યું હતું કે ટાન્ઝાનિયાને વેક્સિનેશન કેમ્પેઈન માટે આર્થિક સહાયની જરૂર છે.
દેશમાં મહામારીની આર્થિક અસરથી ગયા વર્ષે એક મિલિયન લોકો ગરીબીમાં ધકેલાઈ ગયા હતા.