ડાન્સ સેન્ટર કેન્યા દ્વારા કેન્યાની રાજધાની નાઈરોબીમાં કેન્યા નેશનલ થીએટર ખાતે અનોખા પરફોર્મન્સ સાથે ક્રિસમસનું સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું. ક્રિસમસ બેલે ‘ધ નટક્રેકર’ને પહેલીવાર 1982માં પાયોત્ર ઈલિચ ચાઈકોવસ્કી દ્વારા મંત્રમુગ્ધ કરી દેનારા મ્યુઝિક સાથે રજૂ કરવામાં આવ્યું હતું. તેની મ્યુઝિકલ રિધમને કારણે ‘ધ નટક્રેકર’ વિશ્વભરમાં પ્રચલિત બનવા સાથે ક્રિસમસ રજાઓની પરંપરા સમાન લેખાય છે.