જોહાનિસબર્ગઃ ગાંધીજીએ જ્યાં અન્યાયની વિરુદ્ધ સૌપ્રથમ વખત સત્યાગ્રહની શરૂઆત કરી હતી તે દક્ષિણ આફ્રિકામાં સોમવારે તેમના સન્માનમાં અંદાજે ત્રણ હજાર લોકોની એક વિશાળ રેલી યોજાઇ હતી. રેલીમાં માત્ર સામાન્ય લોકો નહીં પણ મીડિયાથી લઈને અનેક ક્ષેત્ર સાથે સંકળાયેલી સેલિબ્રિટિઝ અને સાઉથ આફ્રિકાના પ્રધાનો પણ તેમાં જોડાયા હતા. આ રેલી ભારતીયોની વસ્તી ધરાવતાં લેનાસિયામાં યોજાઈ હતી. ગાંધીજી જેવો વેશ ધારણ કરનારા ૮૦ વર્ષીય ઠાકોર રામજીભાઈએ જણાવ્યું હતું કે તેમણે ૬૦૦ કિ.મી.ની યાત્રા પણ કરી હતી.