ડોડોમાઃ ટાન્ઝાનિયાની સંસદના સ્પીકરે સાંસદોને તેમની ગેરકાયદેસર ફિયાન્સીઓની ઓળખ ગૃહમાં ન આપવા માટે કડક સૂચના આપી હતી. નેશનલ એેસેમ્બલીના સ્પીકર ન્દુગાઈએ જણાવ્યું કે સાંસદો તેમની પત્નીઓ અને પતિઓની સંસદમાં ઓળખાણ કરાવતા હોવાની લોકોની સંખ્યાબંધ ફરિયાદો તેમને મળી છે.
અરુષા પ્રાંતના એક મહિલા સાંસદ અખબારોની હેડલાઈનમાં ચમક્યા તેને પગલે આ ચેતવણી અપાઈ હતી. ટાન્ઝાનિયાના અખબાર 'ધ સિટીઝન' મુજબ તે મહિલા સાંસદ એક પુરુષની દફનવિધિમાં પહોંચ્યા હતા અને તેની પત્ની તરીકે પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તેમના પર કબ્રસ્તાનમાં ધસી જવાનો, મેઈન ગેટ તોડી પાડવાનો અને ફ્યુનરલ વખતે ઉહાપોહ અને તેમાં વિક્ષેપ પહોંચાડવાનો આરોપ છે.
તેમના આ વર્તનની લોકોએ ઉગ્ર ટીકા કરી હતી અને ટાન્ઝાનિયાના શાસક પક્ષ ચામા ચા મેન્ડેલિયો (CCM) ને આ ઘટનાને વખોડતું નિવેદન જારી કરવાની ફરજ પડી હતી.