ઘાનાઃ બ્રિટનથી સ્વતંત્રતા અપાવી ઘાનાને નેતૃત્વ પૂરું પાડનારા પ્રમુખ ડો. ક્વામે ક્રુમાહનું 27 એપ્રિલ, 1972ના રોજ અવસાન થયું હતું પરંતુ, તેમને પુનઃ માનભેર દફનવિધિનું સન્માન આપવું જોઈએ, એવી માગણી વિપક્ષ કન્વેન્શન પીપલ્સ પાર્ટીએ કરી છે.
પાર્ટીનાં જનરલ સેક્રેટરી નાના યા જન્ત્યુઆએ જણાવ્યું છે કે, તેમની દફનવિધિ યોગ્ય રીતે કરાઈ ન હોવાથી તેમની પુનઃદફનવિધિ નવેમ્બર મહિનામાં યોજાશે. ડો. ક્વામેના અવસાનને ૫૦ વર્ષ વીતી રહ્યાં છે ત્યારે તેમના સ્મારકની મુલાકાતે ગયેલાં જન્ત્યુઆએ આ મુજબ જણાવ્યું હતું. કર્નલ ઇમાન્યુએલ ક્વાસી કોકોટાએ 1966માં ડો. ક્રુમાહને સત્તા પરથી ઉથલાવી દીધા પછી જપ્ત કરાયેલી તમામ સંપત્તિ પરત કરવાની માગણી પણ પાર્ટીએ દોહરાવી છે.