એક્રાઃ ઘાનામાં કોવિડ – ૧૯ આવવાની સાથે નાની ઉંમરે સગર્ભા બનનારની સંખ્યામાં ભારે ઉછાળો નોંધાયો હતો. મહામારી પહેલા પણ તે સંખ્યા વધારે જ હતી. તેનું એક કારણ સાઉથ આફ્રિકામાં સ્કૂલો સૌથી લાંબો સમય એટલે કે દસ મહિના બંધ રહી તે હતું. પરંતુ,મહિલાઓનાં ગ્રૂપના અંદાજ મુજબ ૧૯ વર્ષથી નીચેની ૧૪ ટકા છોકરીઓ તરુણાવસ્થામાં જ ગર્ભવતી બને છે. સર્વે મુજબ ૨૦૨૦ માં જાતીય રીતે સક્રિય માત્ર ૧૮.૬ ટકા કિશોરીઓએ ગર્ભનિરોધકનો ઉપયોગ કર્યો હતો. ઘાના ખૂબ ધાર્મિક દેશ હોવાથી ત્યાં ગર્ભપાતનો વિકલ્પ નથી. ૨૦૨૦માં મહામારીને લીધે દુનિયાભરમાં અંદાજે ૧૨ મિલિયન મહિલાઓ ગર્ભનિરોધક અથવા કુટુંબનિયોજનની સેવા મેળવી શકી ન હતી. તેથી ૧.૪ મિલિયન અનિચ્છનીય ગર્ભાધાન થયાં હોવાનું યુનાઈટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડ દ્વારા જાહેર કરાયું હતું. ઘાનામાં કોઈ સત્તાવાર આંકડા નથી.