હરારેઃ ઝિમ્બાબ્વેના સ્વ. પ્રમુખ રોબર્ટ મુગાબેના સંતાનોએ તેમના દેહાવશેષો બહાર કાઢવાના ટ્રેડીશનલ ચીફ ઝ્વીમ્બાના આદેશ સામે આ મામલો તેમના જ્યુરિસ્ડિક્શનમાં આવતો ન હોવાની દલીલ સાથે અપીલ કરી હતી.
મુગાબેના ત્રણ સંતાનો ટીનોટેન્ડા રોબર્ટ જુનિયર, બેલારમાઈન ચટુંગા અને બોનાએ ચીન્હોયીમાં મેજિસ્ટ્રેટ કોર્ટમાં એમ જણાવીને અપીલ કરી હતી કે આ મામલો ચીફના ન્યાયક્ષેત્રમાં નથી.ઝિમ્બાબ્વેના પારંપારિક વડાએ મુગાબેના અવશેષો તેમના ગ્રામીણ ઘરેથી બહાર કાઢીને રાષ્ટ્રીય કબ્રસ્તાનમાં દફનાવવાનો આદેશ આપ્યો હતો.
૨૦૧૯માં મૃત્યુ પામેલા રોબર્ટ મુગાબેએ ખાસ કરીને રાજકીય હરિફો સહિત કેટલીક વ્યક્તિઓ તેમના દેહાવશેષો ચોરી જશે અને તેનો પારંપારિક વિધિઓમાં ઉપયોગ કરશે તેવી દહેશતને લીધે તેમને હરારેમાં નેશનલ હિરોઝ એકર ખાતે દફનાવવાનો ઈનકાર કર્યો હતો. ઝિમ્બાબ્વેના પારંપારિક વડાએ ભૂતપૂર્વ શાસક રોબર્ટ મુગાબેના અવશેષો તેમના ગ્રામીણ ઘરેથી બહાર કાઢીને રાષ્ટ્રીય કબ્રસ્તાનમાં દફનાવવાનો આદેશ આપ્યો હતો.