ન્યૂયોર્કઃ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન(WHO)એ જાહેરાત કરી હતી કે કોવિડ – ૧૯ વેક્સિન માટે ટેક્નોલોજી ટ્રાન્સફરથી આફ્રિકાના છ દેશોને લાભ થશે. તેને લીધે આફ્રિકા ખંડની ક્ષમતા વધશે જેથી સ્થાનિક ધોરણે વધુ ડોઝનું ઉત્પાદન થશે.
WHOના વડા ટેડરોઝ એધેનોમે બ્રસેલ્સમાં જણાવ્યું હતું કે ઈજિપ્ત, કેન્યા, નાઈજીરીયા, દક્ષિણ આફ્રિકા, સેનેગલ અને ટ્યુનિશિયાને mRNA ટેક્નોલોજી મળશે. ગુણવત્તાના વૈશ્વિક ધારાધોરણો પ્રમાણે કોવિડ – ૧૯ વેક્સિનના ઉત્પાદનમાં ગરીબ દેશોને મદદરૂપ થવાના ભાગરૂપે ટેક્નોલોજી ટ્રાન્સફર પ્રોજેક્ટ હાથ ધરાયો છે. આ ટેક્નોલોજીનો ઉપયોગ ફાઈઝર અને મોડર્ના સહિતની વેક્સિનના ઉત્પાદન માટે થાય છે.