લાગોસઃ યુકેમાં ડોક્ટર્સ અન નર્સીસની ભારે અછત વર્તાતી રહે છે અને મુખ્યત્વે ભારત અને નાઈજિરિયા સહિતના આફ્રિકન દેશો તેની અછતને ઘટાડે છે. ઈન્ટરનેશનલ કોલેજ ઓફ સર્જ્ન્સના નાઈજિરિયન સેક્શન (ICS-NS)ના રિપોર્ટ મુજબ ગત છ વર્ષમાં નાઈજિરિયાથી 6,221 ડોક્ટર્સ યુકે સ્થળાંતર કરી ગયા છે જેના પરિણામે, 40 મિલિયનથી વધુ નાઈજિરિયન્સ ભારે તકલીફનો સામનો કરી રહ્યા છે.
ICS-NSના 56મા વાર્ષિક મીટિંગ રિપોર્ટમાં કહેવાયું છે કે નાઈજિરિયામાં પેશન્ટ-ડોક્ટર રશિયો ઊંચે જઈ રહ્યો છે. 2022 પહેલા નાઈજિરિયાના 4000 પેશન્ટ સામે 1 ડોક્ટરનું પ્રમાણ હતું જ્યારે વિશ્વ આરોગ્ય સંસ્થાએ 600 પશન્ટ સામે 1 ડોક્ટરનું પ્રમાણ જાળવવા ભલામણ કરેલી છે. યુકેમાં વર્ષ 2017માં 4,765 નાઈજિરિયન ડોક્ટર્સ નોંધાયેલા હતા જે 2023 માં વધીને 10,986 થયા છે. આનો મતલબ સ્પષ્ટ છ કે 6 વર્ષમાં નાઈજિરિયાએ માઈગ્રેશન થકી 6,221 ડોક્ટર્સ યુકેમાં ગુમાવ્યા છે. દેશની હેલ્થકેર સિસ્ટમને ‘જાપા- JAPA’ સિદ્ધાંત નડી રહ્યો છે. ‘જાપા’નો અર્થ યોરુબા ભાષામાં ‘નાસી જવું થાય છે. નાઈજિરિયાના વર્કફોર્સના 87 ટકાને અસંતોષ છે અને તેઓ સમૃદ્ધ દેશોમાં જવાનું વલણ ધરાવ છે.