ન્યૂયોર્ક/નાઈરોબીઃ ટોચની સરકારી એજન્સીઓ માટે મલ્ટિમિલિયન શિલિંગના કેટલાંક પ્રોજેક્ટનું કામ લેનારી કેન્યાની કન્સલ્ટન્સી ફર્મને છેતરપિંડીને લીધે વર્લ્ડ બેંકે બ્લેકલિસ્ટ કરી હતી. વર્લ્ડ બેંકે જણાવ્યું હતું કે તેના કરપ્શન ફાઈટીંગ યુનિટે હાથ ધરેલી તપાસમાં જણાયું હતું કે નાઈરોબી સ્થિત આફ્રિકા ડેવલપમેન્ટ પ્રોફેશનલ ગ્રૂપ (ADP) એ સોમાલિયામાં બેંકના ફંડેડ પ્રોજેક્ટમાં ગેરરીતિ આચરી હતી. આ ગ્રૂપ મેનેજમેન્ટ, ઈન્વેસ્ટમેન્ટ, બિઝનેસ સોલ્યુશન્સ, કોર્પોરેટ ફાઈનાન્સ અને બિઝનેસ ડેવલપમેન્ટ માટે કન્સલ્ટન્સી અને એડવાઈઝરી સર્વિસીસ પૂરી પાડે છે. ADP અને તેને સંલગ્ન કંપનીઓ પર ૨૧ મહિનાનો પ્રતિબંધ મૂકાયો છે.
પ્રોજેક્ટ (સોમાલિયા) પસંદગીની મિનિસ્ટ્રિઝ અને સેન્ટ્રલ એજન્સીઓના સ્ટાફીંગ અને સંસ્થાકીય ક્ષમતાને મજબૂત બનાવવા અંગેનો હતો.
આ પ્રતિબંધ મ્યુચ્યુઅલ એન્ફોર્સમેન્ટ ઓફ ડીબારમેન્ટ ડીસીઝન્સ માટેના કરાર હેઠળ હોવાથી એશિયન ડેવલપમેન્ટ બેંક, યુરોપિયન બેંક ફોર રિકન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપમેન્ટ, ઈન્ટર – અમેરિકન ડેવલપમેન્ટ બેંક અને આફ્રિકન ડેવલપમેન્ટ બેંક સહિત અન્ય બેંકોનો પણ આ ગ્રૂપ પર પ્રતિબંધ રહેશે.