જોહાનિસબર્ગઃ સાઉથ આફ્રિકાના હેલ્થ રેગ્યુલેટરે જ્હોન્સન એન્ડ જ્હોન્સન (J&J) કંપનીનું બાળકો માટેના કફ સિરપમાં ડાઈઈથિલિન ગ્લાયકોલનું ઊંચુ પ્રમાણ જોવા મળ્યા પછી પાછું ખેંચાવાની જાહેરાત કરી છે. કફ સિરપની ખરાબ બેચીસ છ આફ્રિકન દેશો સાઉથ આફ્રિકા, એસ્વાટિની, કેન્યા, રવાન્ડા, ટાન્ઝાનિયા અને નાઈજિરિયામાં વેચાઈ હતી.
નાઈજિરિયાના હેલ્થ રેગ્યુલેટરે સૌપ્રથમ બેનીલિન પીડીઆટ્રિક સિરપમાં ટોક્સિન મળી આવ્યા પછી રિપોર્ટ જારી કર્યો હતો. નાઈજિરિયા અને કેન્યાએ શ્વસનતંત્રના ઉપલા હિસ્સામાં અસર કરતી એલર્જિક સ્થિતિઓ અને હે ફીવરની સારવારમાં ઉપયોગમાં લેવાતી આ સિરપને પાછી ખેંચવાની જાહેરાત કરેલી છે. ગયા વર્ષે જે એન્ડ જે સાથે સહઉત્પાદન પછી હાલ બેનીલિન બ્રાન્ડની માલિકી અમેરિકી હેલ્થ કંપની કેનવ્યૂ (Kenvue) પાસે છે.