લુસાકાઃ ઝામ્બિઆની પાર્લામેન્ટે તેના પ્રથમ મહિલા સ્પીકર તરીકે નેલ્લી મટ્ટીને ચૂંટા્યા હતા. લુસાકામાં વકીલ તરીકે કાર્યરત મટ્ટીને શુક્રવારે સર્વાનુમતે ચૂંટી કઢાયા હતા. તેઓ દસ વર્ષ સુધી આ હોદ્દે રહેલા હાઈકોર્ટના રિટાયર્ડ જજ પેટ્રિક માટીબીનીનું સ્થાન સંભાળશે.૧૨ ઓગસ્ટે યોજાયેલી ચૂંટણીમાં પ્રેસિડેન્ટ એડગ લુન્ગુનો પરાજય થયા પછી તેમની ટર્મનો અંત આવ્યો હતો.
મટ્ટીએ બે ડેપ્યૂટી સ્પીકર – હીચીલેમાના UPND પક્ષના સભ્ય એટ્રેક્ટર ચિસાન્ગાનો અને અપક્ષ ઉમેદવાર તરીકે સંસદમાં ચૂંટાયેલા મોસીસ મોયો સાથે શપથ લીધા હતા. આ પ્રસંગે હીચીલેમાએ જણાવ્યું કે મટ્ટીની વરણી ઝામ્બિઆમાં અગ્રણી ભૂમિકાઓમાં મહિલાઓના સમાવેશની તરફેણ કરે છે.
હીચીલેમાએ કોઈની પણ દખલગીરી વિના સંસદના સંચાલનનું વચન આપ્યું હતું અને લોકોના કલ્યાણને પ્રાથમિકતા આપવા સભ્યોને અનુરોધ કર્યો હતો. તેઓ નેશલ એસેમ્બલી તરીકે ઓળખાતી એક ગૃહની સંસદના પ્રથમ સત્રને મટ્ટીના નેતૃત્વ હેઠળ ૧૦ સપ્ટેમ્બરે ખૂલ્લું મૂકશે. તેમાં તેઓ તેમની સરકારની પાંચ વર્ષની ટર્મનું વિઝન રજૂ કરશે.
માનવ અધિકારના વકીલ અને દેશના એન્ટી - કરપ્શન કમિશનના ભૂતપૂર્વ ચેરવુમન મટ્ટીને સત્તાધારી પક્ષને હજુપણ સભ્યો પાસેથી સહકારની જરૂર છે તે સંજોગોમાં સંસદના અધ્યક્ષની કામગીરી કરવાની રહેશે