લુસાકાઃ ઝામ્બિયા કોવિડ – ૧૯ની ત્રીજી લહેરનો સામનો કરી રહ્યું છે ત્યારે સંક્રમણને ફેલાતું અટકાવવા ફરીથી સ્કૂલો બંધ રાખવા સહિતના કડક નિયંત્રણો અમલી બનાવાયા છે. આ નિયંત્રણો ૧૭ જૂનથી ૨૧ દિવસ માટે અમલમાં રહેશે.
૧૬ જૂને દેશમાં ૪૮ મૃત્યુ નોંધાયા હતા અને ઓથોરિટીઝ દ્વારા જણાવાયું હતું કે પાટનગર લુસાકામાં તમામ હોસ્પિટલ બેડ ભરાઈ ગયા હતા અને જેમને ગંભીર બીમારી ન હતી તેમને ઘરે મોકલી દેવાયા હતા. હોસ્પિટલોમાં ઓક્સિજનની પણ અછત સર્જાઈ હતી.
ઝામ્બિયાના કેબિનેટ સેક્રેટરી સાયમન મિતીએ જણાવ્યું કે જાહેર મેળાવડા અને સામાજિક સમારંભો પર નિયંત્રણ મૂકાયા છે. જ્યારે એન્ટરટેઈનમેન્ટ જોઈન્ટ્સ ગુરુવારથી રવિવાર સુધી જ ચાલશે.
અંતિમ સંસ્કાર અને લગ્ન સમારંભમાં વધુમાં વધુ ૫૦ લોકો જ હાજર રહી શકશે, જ્યારે ચર્ચોને પણ મિટીંગની સંખ્યા ઘટાડીને દર અઠવાડિયે બે કરવા સૂચના અપાઈ હતી. સરકારે લાંબા સમયથી હેલ્થ ગાઈડલાઈન્સનું અને ખાસ કરીને માસ્ક પહેરવાની સૂચનાનું પાલન ન થતું હોવા અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું.
મિતીએ જણાવ્યું હતું કે હવે જાહેર સ્થળોએ હાથ ધોવાનું અને માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવાયું છે