હરારેઃ સરકાર અને ટીચર્સ વચ્ચે પગાર બાબતે થયેલા વિવાદ પછી ઝિમ્બાબ્વેએ પબ્લિક સ્કૂલોમાં ફરજ બજાવતા કુલ ૧૪૦,૦૦૦માંથી ૧૩૫,૦૦૦ ટીચર્સને ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરી દીધા હતા. રુરલ ટીચર્સ યુનિયન ઓફ ઝિમ્બાબ્વે (Artuz) એ આ સસ્પેન્શનને પડકારતી અરજી હાઈકોર્ટમાં દાખલ કરી હતી. દરમિયાન, ઝિમ્બાબ્વેના સૌથી મોટા ટીચર્સ યુનિયન Zimtaએ જાહેરાત કરી હતી કે ખૂબ ઓછા પગાર મામલે હડતાળ પાછી ખેંચીને તેના મોટાભાગના સભ્યો ફરી કામે લાગી જશે.
ત્રણ વર્ષ અગાઉ સરકારે તેમનો પગાર અમેરિકન ડોલરને બદલે ઝિમ્બાબ્વેયન ડોલરમાં ચૂકવવાનું શરૂ કરતાં વિવાદ થયો હતો, કારણ કે ફુગાવાને લીધે ઝિમ્બાબ્વેયન ડોલરનું મૂલ્ય ઘટી ગયું હતું. તેમની માગણી હાલ સૌથી નીચા ગ્રેડવાળા ટીચરને મળતા માત્ર ૮૦ અમેરિકન ડોલરને બદલે અગાઉના શાસનમાં મળતા ૫૪૦ અમેરિકન ડોલર મળે તેવી છે.