હરારેઃ કોવિડ – ૧૯ના કેસોમાં ભારે વધારા પછી ઝિમ્બાબ્વેએ સામાન્ય પ્રવાસીઓ માટે બંધ કરેલી દક્ષિણ આફ્રિકા સાથીને જમીની સરહદ એક વર્ષ કરતાં વધુ સમય પછી ફરી ખૂલ્લી મૂકતા બોર્ડર પર સંખ્યાબંધ વાહનોની કતાર લાગી હતી. ઝિમ્બાબ્વેએ ગયા વર્ષે જાન્યુઆરીથી બોટ્સવાના, દક્ષિણ આફ્રિકા, મોઝામ્બિક અને ઝામ્બિયા સાથેની બોર્ડરના પોઈન્ટ ફક્ત કોમર્શિયલ વાહનો અને ત્યાંથી પાછા ફરતાં રહીશો માટે ખોલી હતી. ઝિમ્બાબ્વેમાં મહામારીની અલગ અલગ સહેરોને લીધે માત્ર એરપોર્ટ્સ દ્વારા નોન – કોમર્શિયલ પ્રવૃત્તિઓ અને પાછા ફરતા રહીશોનું સંચાલન કરાતું હતું.
હરારેમાં માહિતી પ્રધાન મોનિકા મુત્સવ્નગ્વાએ જણાવ્યું હતું કે માન્ય કોવિડ – ૧૯ પીસીઆર ટેસ્ટ સર્ટિફિકેટ ધરાવતા મુસાફરો માટે આ બોર્ડર ખૂલ્લી મૂકાઈ છે. બુસ્ટર શોટ લેનારી વ્યક્તિઓ માટે પ્રવેશ પ્રક્રિયા સરળ રહેશે.