હરારેઃ ઝિમ્બાબ્વેની સેન્ટ્રલ બેંકે મોબાઈલ ફોન અને સોશિયલ નેટવર્ક મારફતે વિદેશી ચલણની ગેરકાયદેસર ટ્રાન્ઝેક્શન કરવાના અને મની લોન્ડરિંગના આરોપસર ૩૦ લોકોના બેંક ખાતા ફ્રીઝ કર્યા હતા. બેંકે નિવેદનમાં વધુમાં જણાવ્યું કે તેમને બે વર્ષ સુધી બેંકિંગ કરવા પર મનાઈ ફરમાવવામાં આવી છે. તેમના ટેલિફોન ઓપરેટર્સ દ્વારા પણ તેમને બ્લોક કરાઈ રહ્યા છે.
૨૦૦૯માં તીવ્ર ફુગાવાને લીધે ઝિમ્બાબ્વેએ તેના ચલણને અમેરિકન ડોલરની તરફેણમાં હંગામી ધોરણે સ્થગિત કર્યું હતું. હવે સરકાર તેના સ્થાનિક ચલણને વધુ પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરી રહી છે. લિક્વિડિટીની અછતને લીધે ઝિમ્બાબ્વેએ૨૦૧૬માં નવી ચલણી નોટો છાપી હતી. સ્થાનિક ચલણનું મૂલ્ય ઘટી રહ્યું છે અને કાળાબજારમાં વિદેશી ચલણ સસ્તા દરે મળી રહ્યું છે.
ઝિમ્બાબ્વે હજુપણ મુગાબેના શાસન દરમિયાન દસકાઓની ગેરવ્યવસ્થામાં છે. ઘણાં વર્ષોથી ત્યાં ગંભીર આર્થિક કટોકટી છે. દેશમાં ચીજવસ્તુઓના ભાવો આસમાને પહોંચી રહ્યા છે અને લોકોનું સેવિંગ્સ ખર્ચાઈ ગયું છે.