જોહાનિસબર્ગઃ સાઉથ આફ્રિકાની સૌથી પ્રભાવશાળી રાજાશાહીના 48 વર્ષીય વડા ઝુલુ કિંગ મિસુઝુલુ ઝુલુની તંદુરસ્તી વિશે ફેલાયેલી અટકળો વચ્ચે તેમના પ્રવક્તાએ ઝુલુ કિગને હોસ્પિટલમાં લઈ જવાયાનો ઈનકાર કર્યો છે. શનિવાર 2 જુલાઈએ ઝુલુ પ્રાઈમ મિનિસ્ટર પ્રિ્ન્સ માન્ગોસુથુ બુથેલેઝીએ પ્રેસ રીલિઝમાં જણાવ્યું હતું કે કિંગ મિસુઝુલુ બીમાર પડ્યા પછી નજીકના દેશ એસ્વાટિનીની હોસ્પિટલમાં દાખલ કરાયા છે. શનિવારે ઝુલુ કિંગના ગાઢ સલાહકારનુ અચાનક મોત નીપજ્યા પછી સાઉથ આફ્રિકાના ઝુલુ દેશની 11 મિલિયનથી વધુ વસ્તીના વડા કિંગ પણ તેમને ઝેર અપાઈ રહ્યું હોવાનુ માનતા હતા. ગત વર્ષે કિગ ઝ્વેલિથિનીના અવસાન પછી તેમની ત્રીજી પત્નીના પ્રથમ પુત્ર મિસુઝુલુને ગાદી સોંપાઈ હતી. જોકે, પરિવારના અન્ય સભ્યોને આ પસંદ પડ્યું ન હતું.