એડિસ અબાબાઃ યુદ્ધગ્રસ્ત ટાઈગ્રે પ્રાંતને સહાય અટકાવી રહ્યું હોવાના યુએસ એઈડ ચીફ સામન્તા પાવરના દાવાને ઈથિયોપિયાએ નકારી કાઢ્યો હતો.પાવરે તાજેતરમાં નિવેદનમાં જણાવ્યું હતું કે જે પ્રાંતમાં હજારો લોકો દુષ્કાળનો સામનો કરી રહયા છો ત્યાં માનવતાવાદી સહાયનો પ્રવાહ ખૂબ અપૂરતો છે અને ત્યાં અન્ન ખૂટી રહ્યું હોવાની ચેતવણી આપી હતી. અનાજ મળતું નથી તેનાથી આ અછત નથી, પરંતુ, ઈથિયોપિયાની સરકાર જમીની કાફલા અને હવાઈમાર્ગે માનવતાવાદી સહાય અને કર્મચારીઓને અવરોધી રહી છે.
પરંતુ, ઈથિયોપિયા સરકારે ટાઈગ્રે પ્રાંતમાં ઈરાદાપૂર્વક સહાયને રોકવાનો ઈન્કાર કર્યો હતો. સરકારના પ્રવક્તા બીલેન સેયોયમે જણાવ્યું કે વાત તેવી નથી. સરકાર એઈડ કોન્વોયને ટાઈગ્રેમાં પ્રવેશતા અટકાવતી નથી. પરંતુ, સુરક્ષા પ્રાથમિકતા છે અને તેમાં બાંધછોડ કરી શકાય નહીં. તેમણે ઉમેર્યું કે ૧૯ ઓગસ્ટ સુધીમાં સહાયસામગ્રી સાથેની ૩૧૮ ટ્રક ટાઈગ્રેના પાટનગર મેકેલે પહોંચી હતી.