દારે સલામઃ ટાન્ઝાનિયામાં ઓક્ટોબર મહિનામાં પાર્લામેન્ટરી અને પ્રમુખપદ માટે ચૂંટણી યોજાવાની છે ત્યારે વિરોધપક્ષો તેમને સમાન તક સાંપડે તે માટે સુધારાઓની તરફેણ કરી રહ્યા છે. શાસક CCM પાર્ટીએ પણ ચૂંટણીઓની તૈયારી આરંભી દીધી છે. ચૂંટણી સત્તાવાળાએ સત્તાવાર પ્રતાર અભિયાનો શરૂ કરવાનું બ્યૂગલ વગાડ્યું નથી. પ્રેસિડેન્ટ સામીઆ સુલુહુ હાસન લો પ્રોફાઈલ રહ્યાં છે પરંતુ, પાર્ટીના વાઈસ ચેરપર્સન સ્ટીફન વારિસા અને પ્રચાર વડા આમોસ માકાલ્લાએ મતદારો સમક્ષ તેમના નામને આગળ વધારવાની કામગીરી શરૂ કરી દીધી છે.
પ્રેસિડેન્ટ સામીઆ સુલુહુ હાસને 2021માં બંધારણીય આદેશ થકી દિવંગત પ્રમુખ જ્હોન માગુફુલીના અનુગામી તરીકે સત્તા સંભાળ્યાં પછી પહેલી વખત બેલેટ બોક્સ મારફત પોતાના હોદ્દાનું રક્ષણ કરી રહ્યાં છે. તેમણે 31 માર્ચે આગામી ઈલેક્શન મુદ્દે જાહેર ટીપ્પણીઓ સાથે ચૂંટણીમાં પોતાની ઉમેદવારીનો નિર્દેશ આપી દીધો હતો.
CCM પાર્ટીએ જાન્યુઆરીમાં જ પ્રમુખપદના ઉમેદવાર તરીકે સામીઆના નામને બહાલી આપી દીધી હતી પરંતુ, ટાન્ઝાનિયાના 18 વિરોધપક્ષોમાંથી કોઈએ પણ વર્તમાન પ્રમુખનો સામનો કરવા પોતાના ઉમેદવાર જાહેર કર્યા નથી. જોકે, ACT વાઝાલેન્ડો પાર્ટીના લીડર ડોરોથી સામુએ ઉમેદવારીનો રસ દર્શાવ્યો છે.