દાર - એ- સલામઃ ટાન્ઝાનિયાના પ્રેસિડેન્ટે પ્રેસિડેન્ટ સામિયા હસને જણાવ્યું હતું કે દાર - એ- સલામમાં ફ્રેંચ એમ્બેસી પાસે થયેલી સશસ્ત્ર અથડામણમાં ત્રણ પોલીસ ઓફિસર,ઓક્ઝિલિયરી પોલીસના એક મેમ્બર અને બંદૂકધારી શખ્સ સહિત પાંચ લોકોનું મૃત્યુ થયું હતું. તેમણે આ ઘટનાની તપાસના આદેશ આપ્યા હતા.
શહેરના અન્ય વિસ્તારમાં પ્રેસિડેન્ટ સામિયા સુલુહુ હસને સિક્યુરિટી ઓફિસરોને સંબોધન કર્યું તે પછી આ અથડામણ થઈ હતી.
અમેરિકન એમ્બેસીએ નાગરિકોને તે વિસ્તારમાં ન જવા ચેતવણી આપી હતી. ૧૯૯૮માં અમેરિકન એમ્બેસીમાં બોંબ વિસ્ફોટ થયો હતો તેનાથી થોડે દૂર જ આ અથડામણ થઈ હતી.
કડક સુરક્ષા વ્યવસ્થા સાથેના વિસ્તારમાં થયેલો આ ગોળીબાર આતંકી હુમલો હતો કે કેમ તે તાત્કાલિક જાણી શકાયું ન હતું.
ટાન્ઝાનિયાના પોલીસ ઓપરેશન્સ હેડ લીબરેટસ સાબાસે જણાવ્યું કે બંદૂકધારી વ્યક્તિએ બે પોલીસ ઓફિસર પર હુમલો કરીને તેમની બંદૂકો આંચકી લીધી અને ફ્રેંચ એમ્બેસી તરફ આડેધડ ગોળીબાર શરૂ કર્યો હતો. તે પછી એમ્બેસીની નજીકના બિલ્ડીંગમાં છૂપાઈને તેણે ગોળીબાર ચાલુ રાખ્યો હતો.
ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ સિમોન સીરોએ જણાવ્યું કે તે સોમાલિયાનો હોવાનું મનાય છે. આ હુમલો મોઝામ્બિકમાં ચાલી રહેલી જિહાદી બળવાખોરી સાથે સંબંધિત હોવાની સીરોએ ચેતવણી આપી હતી