દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગસ્થિત ટોલ્સ્ટોય ફાર્મમાં રવિવાર 8 ઓક્ટોબરે ભારતના દક્ષિણ આફ્રિકાસ્થિત હાઇ કમિશનર પ્રભાતકુમારના હસ્તે મહાત્મા ગાંધીની આઠ ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કરાયું છે. મોહનદાસ ગાંધીએ 1910માં દક્ષિણ આફ્રિકાના ટ્રાન્સવાલમાં ભારતીયો વિરુદ્ધ ભેદભાવ સામે સત્યાગ્રહ આંદોલનની શરૂઆત કરી ત્યારે રશિયન લેખક અને ફીલોસોફર લિઓ ટોલ્સ્ટોયના નામથી સ્વાવલંબી કોમ્યુન ટોલ્સ્ટોય ફાર્મ આશ્રમની સ્થાપના કરી હતી.
આ પહેલા તેમણે 1904માં નાતાલમાં ફોનિક્સ આશ્રમની સ્થાપના કરી હતી. મહાત્મા ગાંધીએ અહીંથી જ દક્ષિણ આફ્રિકામાં પોતાની વકીલાતની પ્રેક્ટિસ શરૂ કરી હતી. મહાત્મા ગાંધી રિમેમ્બરન્સ ઓર્ગેનાઈઝેશન () અને તેના 84 વર્ષીય વડા મોહન હીરાના પ્રયાસો થકી ટોલ્સ્ટોય ફાર્મનું પુનઃસ્થાપન થઈ રહ્યું છે.