ટ્યુનિસઃ ટ્યુનિશિયાના પાટનગર અને દેશના ઉત્તર અને મધ્યા ભાગમાં તાજેતરમાં પડેી ભીષણ ગરમીએ અગાઉના તમામ રેકોર્ડ તોડ્યા હોવાનું નેશનલ મિટિયોરોલોજીકલ ઈન્સ્ટિટ્યુટે જણાવ્યું હતું. ટ્યુનિસમાં ૧૦ ઓગસ્ટે બપોરે ૪૮ ડિગ્રી સેલ્સિયસ (૧૧૮ ફેરનહીટ) તાપમાન નોંધાયુ હતું. તેણે ૧૯૮૨માં નોંધાયેલા સૈથી વધુ ૪૬.૮ ડિગ્રી સેલ્સિયસનો રેકર્ડ તોડ્યો હતો.
દેશના ઉત્તર અને મધ્યા વિસ્તારોમાં તાપમાનનો પારો સામાન્ય કરતાં ૯થી ૧૫ ડિગ્રી સેલ્સિયસ જેટલો વધારે નોંધાયો હતો.
આરોગ્ય વિભાગે બપોરના સમયે બહાર ન નીકળવા અને ખૂબ પ્રમાણમાં પાણી પીવાની સલાહ આપી હતી.
પડોશી અલ્જિરિયામાં ૯ ઓગસ્ટે હીટવેવને લીધે ૫૦ સ્થળે આગ લાગી હતી તેમાં ડઝનબંધ લોકો મૃત્યુ પામ્યા હતા.