અબુજાઃ આફ્રિકાના સૌથી વધુ વસતિ ધરાવતા દેશમાં જૂનમાં ટ્વિટર પર પ્રતિબંધ મૂકવાના પ્રેસિડેન્ટ મુહમ્મદુ બુહાનના નિર્ણયને લીધે તેની આવકની અપેક્ષાને મોટો ફટકો પડ્યો છે. ફ્રી ડિજીટલ એપ GDP ઈમ્પેક્ટ ટેક્નિકનો ઉપયોગ કરતા નેટબ્લોક્સ કોસ્ટ પ્રમાણે ટ્વિટર બંધ કર્યાના ૫૧ દિવસમાં નાઈજીરીયાને $૨૪૩ મિલિયનનું નુક્સાન થયું હતું.
તેમ છતાં તમામ પ્રદેશો અને એડ પ્રોડક્ટ્સને લીધે સાન ફ્રાન્સિસ્કો સ્થિત કંપની ટ્વિટરે એપ્રિલ - -જૂનના બીજા ત્રિમાસિક ગાળામાં અપેક્ષા કરતાં ખૂબ વધુ ૬૫.૬ મિલિયન ડોલરની આવક મેળવી હતી. ગયા વર્ષે આ ગાળામાં ટ્વિટરે ૧.૩૮ બિલિયન ડોલરની ખોટ કરી હતી.
યુએન, વોશિંગ્ટનથી લઈને લંડન સુધીના પાટનગરો અને રાઈટ્સ ગ્રૂપ તમામે અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય સામે ખતરો ગણાવીને પ્રતિબંધની ટીકા કરી હતી.