જોહાનિસબર્ગઃ દક્ષિણ આફ્રિકામાં ૨૦૨૧ના અંત સુધીમાં ડાયાબિટીસને લીધે લગભગ ૯૬,૦૦૦ લોકોનું મૃત્યુ થવાનો અંદાજ છે. સમગ્ર આફ્રિકામાં દક્ષિણ આફ્રિકામાં ડાયાબિટીસનો દર સૌથી વધુ ૧૧.૩ ટકા છે. નોવો નોરડીસ્ક મેડીકલ અફેર્સ ડિરેક્ટર ડોક્ટર તો ટોબેકા બોલ્ટીના એ જણાવ્યું હતું કે આ રોગ ઘણો જટિલ છે અને તે શરીરના ઘણા તંત્રોને અસર કરે છે. તેનું નિદાન ખૂબ મોડેથી થાય છે અને નિદાન થાય તે પહેલા જ દર્દીમાં કોમ્પલિકેશન્સ શરૂ થઈ ગયા હોય છે અને તેના જીવન પર તેની અસર થતી હોય છે.
દક્ષિણ આફ્રિકામાં આઘાતજનક હકીકત એ છે કે ડાયાબિટીસથી પીડાતા લોકો પૈકી અડધાનું નિદાન જ થયું નથી. ડોક્ટરો ચેતવણી આપી હતી કે જ્યારે ડાયાબિટીસનું નિદાન ન થયું હોય ત્યારે જીવલેણ કોમ્પ્લિકેશન્સ ઉભા થતા હોય છે.
ક્રિસ હની બારાગ્વાનાથ એકેડેમિક હોસ્પિટલના હેડ ઓફ એન્ડોક્રિનોલોજી એન્ડ મેટાબોલીઝમ ડોક્ટર સિંદીપ ભાનાએ જણાવ્યું હતું કે મીડિયા, ચર્ચ અને વિવિધ સમાજ દ્વારા લોકોને તેમના સુગર લેવલનો ટેસ્ટ કરાવવાની જરૂર હોવાનું જણાવવું જોઈએ. તેઓ કોમ્યુનિટીઝ, ક્લિનિક્સ અને જનરલ પ્રેકટીશનર તથા જીમમાં જઇને તેનો ટેસ્ટ કરાવી શકે છે.